ઓખાના યુવાનને વોટ્સએપ પર મારી નાખવાની ધમકી આપનારા શખ્સની શોધખોળ

(કુંજન રાડિયા)ખંભાળિયા : ઓખામાં રહેતા કેશુભા માલાભા માણેક નામના યુવાનને ગત તારીખ 28 મે 2021ના રોજ તેમના મોબાઈલ નંબર 98983555558 ઉપર 8866235019 નંબર પરથી કોઈ શખ્સે મેસેજ મારફતે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 504, 506 (2) તથા 507 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.