ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા નામના યુવાનને વિદેશી દારૂની રૂપિયા 800ની કિંમતની બે બોટલ સાથે રૂપિયા 10 હજારની કિંમતના એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 10,800 ના મુદ્દામાલ સાથે પોલીસે તેની અટકાયત કરી હતી. દારૂની આ બાટલી તેણે અજયગીરી ગોસ્વામી નામના શખ્સ પાસેથી લીધી હોવાનું કબુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી અજયગીરી ગોસ્વામીની શોધખોળ હાથ ધરી છે.