દ્વારકામાં PSE-SSE પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા શિક્ષણાધિકારી

(રિશી રૂપારેલીયા)દ્વારકા : દ્વારકા ખાતે લેવાયેલ PSE, SSE EXAM અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી વાઢેરભાઈ દ્વારા મોડેલ સ્કૂલ દ્વારકાની મુલાકાત લઈ પરીક્ષા કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા Pse-sse examનું ગત તા. 26/02/2022ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપે છે. રાજયના તમામ જિલ્લાના તમામ મથકે આ પરીક્ષા લેવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો ગુજરાતનો ક્વોટા-1000 છે. આ પરીક્ષામાં પાસ થઈને મેરીટમાં આવનાર બાળકને વાર્ષિક ધોરણે રૂ. 750 મળવાપાત્ર છે. દ્વારકામાં પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી વાઢેરભાઈ દ્વારા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.