ખંભાળિયા પંથકમાં મિશ્રઋતું વચ્ચે ગુલાબી ઠંડીનો અહેસાસ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં ગ્રીષ્મ ઋતુના પગરવ વચ્ચે ગુલાબી ઠંડીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ખંભાળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયે ગરમી ભર્યો માહોલ છવાયો છે. જ્યારે સવારે તથા રાત્રીના સમયે લોકો ઠંડી અનુભવી રહ્યા છે. આમ, ઉનાળા પૂર્વે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. જેથી સવારના સમયે હજુ લોકો પંખા બંધ કરી, સ્વેટરનો સહારો લેતા જોવા મળે છે.