રફાળેશ્વર મહાશિવરાત્રી મેળા નિમિત્તે આવતીકાલે વાંકાનેર-મોરબી વચ્ચે ચાલશે વધારાની ડેમુ સ્પેશિયલ ટ્રેન

રફાળેશ્વર મહાશિવરાત્રી મેળા નિમિત્તે આવતીકાલે વાંકાનેર-મોરબી વચ્ચે ચાલશે વધારાની ડેમુ સ્પેશિયલ ટ્રેન

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનના રફાળેશ્વર ખાતે આયોજિત મહાશિવરાત્રી મેળા નિમિત્તે મુસાફરોની સુવિધા માટે આવતીકાલે મંગળવારે વાંકાનેર-મોરબી વચ્ચે એક દિવસ માટે વધારાની એક ડેમુ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે .

આ ડેમુ સ્પેશિયલ ટ્રેન વાંકાનેરથી મંગળવાર તા. 1 માર્ચના રોજ 12.10 વાગ્યે ઉપડી ઢુવા 12.21 વાગ્યે, મકનસર 12.29 વાગ્યે, રફાળેશ્વર 12.34 વાગ્યે, નજરબાગ 12.43 વાગ્યે અને મોરબી 12.55 વાગ્યે પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં આ ડેમુ ટ્રેન મોરબીથી બપોરે 1.05 વાગ્યે ઉપડીને નજરબાગ 1.09 વાગ્યે, રફાળેશ્વર 1.18 વાગ્યે, મકનસર 1.24 વાગ્યે, ઢુવા 1.32 વાગ્યે અને વાંકાનેર 1.50 વાગ્યે પહોંચશે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જણાવાયું છે.