(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક ફરજ પર રહેલા એ.એસ.આઈ. વિજયદાન લાંગા તથા ટી.આર.બી.ના જવાન ધાર્મિકભાઈ સાવલીયાને આજરોજ બપોરે તેમની કામગીરી દરમિયાન પોરબંદર રોડ તરફથી નગર ગેઈટ વિસ્તાર તરફ જતા માર્ગ પર પ્લાસ્ટિકની કોથળી મળી હતી. જેમાં કેટલો સામાન તથા રોકડ રકમ તેઓને મળી આવતા આ અંગેની તપાસમાં કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના રહીશ ભીખાભાઈ જીવાભાઈ બેલા પસાર થતાં આ સ્થળે તેમના પેન્ટના ખિસ્સામાંથી પડી ગયેલી ઉપરોક્ત કોથળી તેમની માલિકીની હોવા અંગેની ખરાઇ કરી, ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા ટ્રાફિકના જવાનોએ તેમને મળેલી નોંધપાત્ર રોકડ રકમ તથા જરૂરી કાગળો સાથેની ઠેલી ભીખાભાઈ બેલાને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
- Advertisement -
Trending Article
જામ રાવલના ગોરાણા ગામનો યુવાન યુક્રેનમાં ફસાયો
યુક્રેનના ખારાકી પ્રાંતમાં ફસાયેલા યુવાનને મદદ માટે ગુહાર લગાવી : પરિવારજનો ચિંતિત (રિશી રૂપારેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામનો યુવાન યુક્રેનના ખારાકી...
ખંભાળિયામાં ભૂલી પડેલી બાળાનું પરિવાર સાથે મિલન કરાવતા ટ્રાફિકના જવાનો
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આજરોજ ટ્રાફિક અંગેની ચાલી રહેલી કામગીરી અંતર્ગત આ વિસ્તારમાં એકલી અટુલી ઊભેલી આશરે ત્રણ વર્ષની...
ખંભાળિયામાં જલારામ બાપાની પુણ્યતિથીની આસ્થાભેર ઉજવણી કરાઈ
રઘુવંશી જ્ઞાતિજનોએ લીધો સમૂહપ્રસાદ (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 141 મી પુણ્યતિથિ ખંભાળિયામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રઘુવંશી...