શિવરાત્રી પર્વ ખંભાળિયામાં આકર્ષણનું કેન્દ્ર બનતો ફ્લોટ

એકતા યુવક મંડળનું સુંદર આયોજન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી યુવા સંસ્થા એકતા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ મંગળવારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અત્રે સતવારા વાડ ખાતે મહાદેવના કથા અનુસાર ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિમાલયની પ્રતિકૃતિ સમાન દર્શન તથા દેવોની પ્રતિકૃતિના રોશની સભર દર્શન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા આ પ્રસંગે ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.