દ્વારકામાં મહેરામણ વચ્ચે આવેલા ભડકેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ માનવ મહેરામણ ઉમટ્યો

સ્થાનિકો અને પ્રવાસીઓએ લોકમેળાની મોજ માણી

દ્વારકા : મહાશિવરાત્રી નિમિત્તે અતિ પૌરાણિક અને દરિયા વચ્ચે આવેલા એવા ભડકેશ્વર મહાદેવ મંદિરે આખો દિવસ ભોળાનાથના ભકતોની લાઈનો રહી અને દર વર્ષ યોજાતા મહાશિવરાત્રિનાં લોકમેળામાં ભોળાનાથનાં દર્શન કરવા મોડી સાંજ સુધી હકડેઠઠ ભીડ જામી હતી.

ઘૂઘવતા અરબી સમુદ્ર વચ્ચે બિરાજતા ભડકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિનાં દિવસે વહેલી સવારથી જ સ્થાનિક ભક્તો અને પ્રવાસીઓની દર્શન માટે લાઈનો લાગી હતી. દર વર્ષની જેમ આ વર્ષ પણ મહાશિવરાત્રિના રોજ આખો દિવસ લોકમેળો યોજાયો હતો. લગભગ 75 હજાર લોકોએ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે દ્વારકાના રિદ્ધિ-સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ સેવાકીય કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ શરબતની સેવાનો લાભ લીધો હતો. અને આખો દિવસ અને સવાર સુધી ભાવિકોની ભીડ રહેવા પામી હતી. ઘૂઘવતા સાગર વચ્ચે આવેલ ભડકેશ્વર મહાદેવનાં મંદિરે દર્શન સાથે પ્રકૃતિના આનંદ સાથે ભોળાનાથના ભકતોએ શિવરાત્રીની ઉજવણી કરી હતી.