ભાટીયા ગામે ધમધમતા જુગારના અખાડા પર પોલીસનો દરોડો : સાત ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે સ્થાનિક પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાત્રે આશરે બારેક વાગ્યાના સમયે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા હરીશભાઈ વનરાવનભાઈ રાયઠઠ્ઠા નામના એક શખ્સના રહેણાંક મકાનમાં જુગાર દરોડો પાડયો હતો.

ઉપરોક્ત આસામી દ્વારા જુગારીઓને જુગાર રમવા માટેની સુખ-સુવિધાઓ પુરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવી ચલાવતા જુગારના આ અખાડામાંથી પોલીસે ચુનીલાલ કાનજી સચદેવ, મુકેશ મુરુભાઈ ચેતરીયા, કાના દેવાભાઈ ઓડેદરા, વિનોદ વજશીભાઈ ધોકીયા, રામ વેજાભાઈ ગોઢાણીયા અને વિશાલ શાંતિલાલ દાવડા નામના કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ સ્થળેથી પટ્ટમાં રહેલા રૂપિયા 11,250 સહિત કુલ રૂપિયા 65,140 ની રોકડ રકમ કબજે કરી, કલ્યાણપુર પોલીસ મથકમાં ઉપરોક્ત સાતેય આસામીઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.