દ્વારકાના હર્ષદ ખાતે અંતરિયાળ પ્રસુતિ કરાવી માતા-બાળકને નવજીવન આપતી ટિમ 108

(રીશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા જિલ્લાના નવદરા ગામ વાડી વિસ્તારમાં રહેતી મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા 108ની ટીમે રોડ ઉપર એમ્બ્યુલન્સ રોકી મહિલાની પ્રસૂતિ કરાવી હતી.બાળકને ગરદન ફરતે નાળ વીંટળાયેલા અવસ્થામાં પણ બાળક અને માતાને નવજીવન આપ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નવદરા ગામના મજુર પરિવારની મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં દીકરીને જન્મ આપ્યો હતો.તેની ગરદન ફરતે નાળ વીંટળાયેલા હતી.108ની ટીમે રોડ ઉપર એમ્બ્યુલન્સ રોકાવીને પ્રસૂતિ કરાવી હતી.નવદરા ગામ વાડી વિસ્તારમાં પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતાં મહિલાને તાત્કાલિક પ્રસૂતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.પરંતુ મહિલાને વધુ દુઃખવો ઉપડતાં 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી હાર્દિક ડવ એમ્બ્યુલન્સને માર્ગ ઉપર રોકીને મહિલાની સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરાવી હતી.ગુજરાત સરકાર ૧૦૮ ઈમરજન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ રહી હતી.જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારની સાંજે દ્વારકા જિલ્લાના નવદરા ગામ વાડી વિસ્તારમાં રહેતા કારીબેન વાઘેલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસૂતિ માટે લઈ જવાની ફરજ પડી હતી.જેને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા હર્ષદ ગામના 108ના કર્મીઓ તાબડતોબ નવદરા ગામે પહોંચી ગયા હતા.સારવાર માટે સરકારી હોસ્પિટલ કલ્યાણપુર લઈ જતા હતા.તે દરમિયાન વધુ દુ:ખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108માં જ કરાવવાની નોબત સર્જાઇ હતી અને બાળકને ગરદન ફરતે નાળ વીંટળાયેલ હતી.108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી હાર્દિક ડવ અને પાઇલોટ કેવિન જલુએ હાઇવે પર એમ્બ્યુલન્સ રોકી સફળ પ્રસૂતિ કરાવી હતી અને માતા અને પુત્રીનો જીવ બચાવ્યો હતો.