ઓખામાં કેન્દ્રીય કેબીનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને સાગર પરિક્રમા યોજાશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે આવેલી લોહાણા સમાજ વાડી ખાતે આવતીકાલે શનિવારે બપોરે અઢી વાગ્યે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મત્સ્યોદ્યોગ સંબંધિત કલ્યાણકારી યોજનાના લાભો માછીમારોને હાથોહાથ રૂબરૂ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણનો સેવા યજ્ઞ સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી ડો. સંજીવ કુમાર બાલીયાન, સૂચના અને પ્રસારણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડો. એલ. મુરૂગન, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, કલ્પસર અને મત્સ્યદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રીજેશ મેરજા, કેન્દ્ર સરકાર મત્સ્યપાલન સચિવ જે.એન. સ્વેન, ભારત સરકાર સંયુક્ત સચિવ જે. બાલાજી અને રાજ્ય સરકારના મત્સ્યદ્યોગ સચિવ નલિન ઉપાધ્યા સાથે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ સાગર પરિક્રમા કાર્યક્રમ અંતર્ગત મત્સ્યદ્યોગ અને પશુપાલન વિભાગની યોજનાઓના વિવિધ લાભાર્થીઓના રૂપિયા વીસ લાખથી વધુની રકમની સાધન-સહાયનું વિતરણ કરવામાં આવનાર છે.