યુક્રેનમાં ફસાયેલ ભાણવડની યુવતી પરત ફરતા પરિવારમાં ખુશી

(રિશી રૂપારેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની વતની અને યુક્રેનમાં અભ્યાસ કરતી યુવતી વતન પરત ફરતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે.

યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈને યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા હતા. જેમાં દ્વારકા જિલ્લાના ભાણવડની વિદ્યાર્થીની કેલ્શિ દઢાણીયા પણ પરત ભાણવડ પહોચી જતાં પરિવારમાં આનંદની હેલી વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે કેલ્શિ યુક્રેનમાં આવેલ ટ્રનોપિયલ નેંશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે યુક્રેન ગઈ હતી અને યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલ હોવાની જાણ સાથે મદદની પોકાર તેને વિડિયો મારફત કરી હતી. કેલ્શિના પિતાના જણાવ્યા અનુસાર હવે કેલ્શિ પોતાના ઘરે પરત આવી જતા ખુશી વ્યાપી છે.