ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ? દ્વારકામાં માર્ગદર્શન સેમીનાર યોજાશે

(રીશી રૂપારેલિયા)
દ્વારકા : ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપતા ઓખામંડળ દ્વારકાના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ? તેમજ વિદ્યાર્થીઓના માનસમાં રહેલા અવિશ્વાસ, અસમંજસતાના નિવારણ હેતુ માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આગામી તા.8ના રોજ બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી સનાતન સેવા મંડળ,રેલ્વે સ્ટેશન રોડ દ્વારકા ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.બોર્ડની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓના માનસમાં રહેલા અવિશ્વાસ/અસમંજસતાના નિવારણ હેતુ પ્રખર શિક્ષણશાસ્ત્રી તેમજ કેળવણીકાર તેમજ જેમના દ્વારા હજારો ડોક્ટર્સ અને એન્જિનિયરની ઉત્તમ પ્રતિભાઓ કંડારાયેલા છે.તેમજ 40 થી વધુ સંસ્થાઓના અવિરત શિક્ષણ માર્ગ દ્રષ્ટા ગિજુભાઈ ભરાડ દ્વારા દ્વારકા ઓખામંડળના વિદ્યાર્થીઓને આ માર્ગદર્શનનો મહત્તમ અને નિશુલ્ક લાભ આપવામાં આવશે.તે માટે “ટુ ધ પોઈન્ટ ગાઈડન્સ સેમિનાર” આયોજિત કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમની વધુ માહિતી માટે મો.99797 02845 / 99792 59302 પર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.