દ્વારકાથી સોમનાથ જતા તરણવીરોનું ચોરવાડમાં સ્વાગત

(કિશન વાળા)માળીયા હાટીના : દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયો તરવા નીકળેલા તરણવીરોનું ચોરવાડ ખાતે સાંસદ સભ્યની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગઈકાલે સાંજે માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ મુકામે જૂનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને જિલ્લા BJYM મંત્રી મહેશ રાઠોડ દ્વારા સ્વીમીંગ સંઘ ક્રીડાભારતી સૌરાષ્ટ્ર દીકરીઓ દ્વારા દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયો ખેડવા નીકળેલા સ્વીમરોનું સ્વાગત કરવામા આવેલ હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા મહેશ રાઠોડ અને રાજુભાઈ વંશ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામા આવી હતી.