દ્વારકા – જામનગરની ટીમ વચ્ચે મૈત્રી ક્રિકેટ મેચ રમાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં દ્વારકા અને જામનગરની ક્રિકેટ ટીમ વચ્ચે મૈત્રી મેચ રમાઈ હતી. આ મેચમાં યુવકોએ ખેલદિલીપૂર્વક ક્રિકેટ રમી રમતનો આનંદ ઉઠાવ્યો હતો.

રવિવારના રોજ દ્વારકાના એન.ડી.એચ. હાઈસ્કુલના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સ્પોર્ટ્સ મેન ચેતનભાઈ જીંદાણીની ભડકેશ્વર ક્રિકેટ ટીમ સામે જામનગરની ૐ ક્રિકેટ ટીમ સાથે બાર- બાર ઓવરના બે ક્રિકેટ મેચ રમ્યા હતા. તેમા પહેલો મેચ જામનગરની ટીમે જીત્યો હતો અને બીજા મેચમાં ભડકેશ્વર ટીમે વિજય મેળવ્યો હતો.ઉલ્લેખનીય છે કે જામનગરથી છેલ્લા બે વર્ષથી હેતલભાઈ (ક્રિમીષા ટ્રેડર્સવાળા) જામનગરની ટીમ સાથે દ્વારકા આવે છે અને આ રીતે બે મેચ રમવામાં આવે છે.