ખંભાળિયામાં જિલ્લા સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક સંપન્ન

જામખંભાળિયા : ખંભાળિયામાં જિલ્લા સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દન ખાતેના સભાખંડમાં દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દિશાની આ બેઠકમાં સાંસદ પૂનમબેનએ સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલી વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

જેમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ત (MGNREGA), દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન-નેશનલ રૂર્બન મિશન, પ્રધાન મંત્રીશ્રી કૃષિ સિંચાઈ યોજના ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના, સુગમ્ય ભારત અભિયાન, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, મીડ ડે મિલ સ્કીમ, પ્રધાનમંત્રી આવાસ યોજના(દરેકને ઘર શહેરી), સ્વચ્છ ભારત મિશન, નેશનલ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલમિશન ફોર રીજુવીનેસન એન્ડ-અર્બન ટ્રાન્સફોર્મેશન, નેશનલ રૂરલ ડ્રીન્કિંગ વોટર પ્રોગ્રામ, ડીજીટલ ઈન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એલ.પી.જી. કનેક્શન ટુ બી.પી.એલ. ફેમિલીઝ, રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઈન્ડીયા – પબ્લિક ઈન્ટરનેટ એક્સેશ પ્રોગ્રામ – પ્રોવાઈડીંગ કોમન સર્વિસ સેન્ટર વન ઈચ ગ્રામ પંચાયત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ પ્રોગ્રામ લાઈક ટેલીકોમ, રેલવેસ, હાઈવેસ, વોટરવેસ, માઈન્સ વિગેરે (રાજકોટ રેલ્વે, ભાવનગર રેલ્વે, બી.એસ.એન.એલ., નેશનલ હાઈવે), પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, ઈ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, કિશોરી શક્તિ યોજના,પોષણ અભિયાન, મધ્યાહન ભોજન યોજના, આંગણવાડીઓની સમીક્ષા, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે,પોસ્ટ વિભાગ, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વિગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલા કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધીકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવાય તે માટે સાંસદ પૂનમબેનએ સુચન કર્યુ હતું. આ ઉપરાંત છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોચે તે દિશામાં સૌ સાથે મળી કામ કરીએ તેમ પણ જણાવ્યું હતુ.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ ખેર, જિલ્લા પંચાયતના ચેરમેન તથા સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, સહિતના આગેવાનો તથા રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ. રાજકોટ અને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ અને અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.