ઇડરના આસામીના રૂપિયા સવા ત્રણ લાખ જેટલી રકમ લઇને નાસી છૂટેલો આરોપી ભાણવડમાંથી ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના મેવાસા ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ભરત ઊર્ફે ભીખુ એભાભાઈ પીઠાભાઈ જોગલ નામના 30 વર્ષના યુવાન સામે સાબરકાંઠા જિલ્લાના ઇડર સ્થિત કોર્ટમાં રૂપિયા 3.20 લાખ જેટલી રકમના ફોજદારી કેસમાં નાસતો ફરતો હોવા અંગેની ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી તે સુરત ખાતે નાસી જઈને હાલ તે સુરતથી પરત ભાણવડ તાલુકામાં આવ્યો હોવાની જાણ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગ મળતા પોલીસે મેવાસા ગામેથી ઉપરોક્ત શખ્સને ઝડપી લીધો હતો. જેને આગળની કાર્યવાહી અર્થે ઇડર પોલીસને સોંપી આપ્યો છે

.