દ્વારકા પોલીસ દ્વારા એથ્લેટિક મીટ યોજાઈ

પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના વાડીનારમાં દ્વારકા પોલીસ દ્વારા એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યા હતું. જેમાં પોલીસકર્મીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.

દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે તા.૦૭/૦૩/૨૦૨૨ ના રોજ એથ્લેટિક મીટ -૨૦૨૨ નું કે.પી.ટી. ગ્રાઉન્ડ, વાડીનાર ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દેવભુમિ દ્રારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના બહોળી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ભાગ લીધેલ હતો. જેમાં રમતો- ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૫ કીમી, ગોળા ફેક ,ચક્ર ફેક, બરછી ફેક ,ઉંચી કૂદ , લાંબી કૂદ વીગેરે રમતોમાં ભાગ લીધેલ હતો. જેમાં અધિકારીઓ દ્વારા મેડલ આપવામાં આવેલ હતા.