રાજ્ય કક્ષાની 60 મીટર રેસમાં દ્વારકાના નવ વર્ષના બાળકનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : નડિયાદમાં આયોજિત રાજ્ય કક્ષાની એથલેટિકસ મીટમા 60 મીટર રેસમા અંડર 11માં દ્વારકાના નવ વર્ષના બાળકનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું.

ગઈકાલે 07-03-2022ને સોમવારે નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રમાઈ રહેલી અંડર 11, રાજ્યકક્ષાની એથલેટિકસ મીટમા દ્વારકાના તેમજ ભડકેશ્વર યોગ ગ્રુપના કોચ તેમજ દ્વારકાના સ્પોર્ટમેન ચેતનભાઈ જીંદાણી માર્ગદર્શન તૈયાર થયેલા કશ્યપ હરેષભાઈ કણઝારિયા (ઉંમર નવ વર્ષ) એ 60 મીટર રેસમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યમા ચોથો ક્રમ મેળવી ગૌરવ અપાવેલ છે.

નડિયાદ ખાતે આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી લગભગ 7,000 છોકરા-છોકરીઓએ ભાગ લીધો હતો. તેમા 60 મીટર રેસમા કશ્યપ સામે 570 હરીફ હતા આટલા હરીફ ખેલાડીઓ છતા કશ્યપ દરેક હીટ્સમા પ્રથમ રહી છેલ્લે ફાઈનલ આઠમા પહોચી ગયો હતો. ફાઈનલમા ત્રીજા ક્રમે રહેનાર ખેલાડી 10.30મા અવ્યો તો કશ્યપ 10.33 માત્ર ત્રણ મીલી સેકંડ (ફોટો ફિનીશ) માર્જીન રહેતા ચોથા ક્રમે રહ્યો, કશ્યપે જબરજસ્ત ટક્કર આપી હતી.

આ સ્પર્ધામાં પહેલા દશ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એકથી દશમા આવનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ તેમજ ટ્રોફી આપવામા આવી હતી.