ઓખામાં વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

જામખંભાળિયા : ઓખાના નવીનગરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો છે.

(કુંજન રાડિયા) ઓખાના નવીનગરી વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે બલભદ્રસિંહ દિલાવરસિંહ રાયજાદા (ઉ.વ. 41) નામના યુવાનના રહેણાંક મકાનમાંથી રૂપિયા બે હજારની કિંમતની ચાર બોટલ વિદેશી દારૂ સાથે બલભદ્રસિંહની અટકાયત કરી હતી. આ દારૂ તેણે મહેશ દુર્લભજી દેવમુરારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી મહેશ દેવમુરારીની શોધખોળ હાથ ધરી છે.