ભાણવડની સરકારી વિનયન કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(કુંજન રાડિયા) જામખંભાળિયા : ભાણવડની સરકારી વિનયન કોલેજ ખાતે કારકિર્દી પરામર્શ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

ભાણવડ સરકારી વિનયન કોલેજ ખાતે ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર દેવભૂમિ દ્વારકા દ્વારા “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગીએ નહેરુ યુવા કેન્દ્રનો સંક્ષિપ્ત પરિચય અને કાર્યક્રમનો મૂળ હેતુ સમજાવીને યોગ્ય કારકિર્દી યોજના બનાવવામાં યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

એન.સી.બી.ના સંચલાક જયેશભાઈ વાઘેલા દ્વારા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વિશે માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર અધિકારી જીતેન્દ્ર જોશીએ યુવાનોને રોજગાર લક્ષી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્વાગતવિધી સરકારી વિનયન કોલેજના આચાર્ય પ્રો. આર.એસ. રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે યુવાઓ પાસેથી પ્રતિભાવો લેવાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક કિરણ કરેનાં દ્વારા કરવામાં આવ્યું હતું.