ખંભાળિયા નજીક પદયાત્રીઓ માટે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ, દવા અને સારવારની સેવા ઉપલબ્ધ

સેવાભાવી યુવા કાર્યકરો તથા તબિબો દ્વારા આયોજન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકા દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ખંભાળિયા નજીક સેવાભાવી યુવા કાર્યકરો તથા તબિબો દ્વારા વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે. તેમજ દવા તેમજ સારવાર પણ વિનામૂલ્યે અપાશે.

વિશ્વવિખ્યાત જગત મંદિર દ્વારકાધીશ ખાતે દર વર્ષે હોળી પર્વમાં કાળીયા ઠાકોર સાથે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ચાલીને પણ આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે હાળાર પંથક ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પદયાત્રા કરીને દ્વારકા ચાલીને આવે છે. દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ મનાવવા જતા પદયાત્રીઓને ઈમરજન્સી તબીબી સારવાર માટે ખંભાળિયા વિસ્તારમાં 24 કલાક એમ્બ્યુલન્સ અને વિનામૂલ્યે સારવાર તેમજ દવાની સેવા અહીંના સેવાભાવી યુવા કાર્યકરો તથા તબિબો દ્વારા પુરી પડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત પદયાત્રીઓને ઇમરજન્સી સારવાર માટે અહીંના સેવાભાવી યુવા કાર્યકર વનરાજસિંહ વાઢેરના મોબાઈલ નંબર 97278 78878 નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે આ ઉપરાંત પદયાત્રીઓને ઓર્થોપેડિક નિષ્ણાંત ડો. અમિત નકુમ સાથે ડોક્ટર પી.વી. કંડોરીયા, ડોક્ટર તેજસ પટેલ, ડોક્ટર સોમાત ચેતરીયા તથા ડોક્ટર સાગર ભૂતની ટીમ દ્વારા પદયાત્રી દર્દીઓને તેમની હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.

આ માટે સ્વયંસેવકોની ટીમના ઇન્દ્રજીતસિંહ પરમાર (મો.80004 55500), ભગીરથસિંહ જાડેજા (મો. 97266 19081) નિકુંજભાઈ વ્યાસ (મો. 84602 21115), મિલનભાઈ વારિયા (મો. 93286 09997), ભવ્ય ગોકાણી (મો. 98793 02043), મોહિત પંડ્યા (મો. 7600214521), મુકેશભાઈ કાનાણી (મો. 99798 58517) અથવા ભાર્ગવભાઈ શુક્લ (મો. 97272 87170) પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અહીંના ઉપરોક્ત તબિબો દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે દ્વારકાના પદયાત્રીઓને સારવાર, દવા તેમજ જરૂર પડ્યે ઓપરેશન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. સેવાભાવી કાર્યકરો તથા નિષ્ણાંત તબીબોની આ સેવા પ્રવૃતિ ભારે આવકારદાયક બની રહી છે.