યુક્રેનમાં ફસાયેલ ગોરાણા ગામનો યુવક વતન પહોંચતા પરિવારમાં હર્ષની હેલી

પરિવારે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ નજીક ગોરાણા ગામનો યુવાન યુક્રેનથી માદરેવતન પહોંચતા પરિવારમાં અને ગામમાં હર્ષની હેલી છવાઈ ગઈ છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ પાસેના ગોરાણા ગામનો ભરતભાઈ મુરુભાઈ ગોરાણીયા (ઉંમર વર્ષ 22) ખારકિવ સિટીમાં ફસાયો હતો. ત્યાં પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. જ્યાં તે મેટ્રો બેઝમેન્ટ રેલ્વેમાં આશરો લીધો હતો. ત્યારે તે યુક્રેનની રાજધાની કિવ ખાતે પહોંચ્યો હતો. અને તેને કિવથી વિશેષ વાહન મારફતે પોલેન્ડ બોર્ડર પહોંચાડ્યા હતા. પોલેન્ડ બોર્ડરે બહુ ટ્રાફિક હોવાથી ત્રણ કિલોમીટર ચાલવું પડ્યું હતું. માઇનસ ડિગ્રી તાપમાનમાં સ્થિતિ ખરાબ હતી.

પોલેન્ડ બોર્ડરેથી બહુ નાજુક સ્થિતિ હતી અને ભારત સરકારના ખર્ચે પોલેન્ડથી ભારતીય એમ્બેસી દ્વારા વિશેષ વિમાન મારફતે દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા. અત્યારે મોટા ભાગનું ખારકિવ શહેરમાંથી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ ભારત સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે. અત્યારે રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહ્યુ છે. યુદ્ધમાં પરિસ્થિતિ બહુ ખતરનાક છે. ત્યારે યુક્રેનમાં ભારતીય એમ્બેસી ભરતભાઈ ગોરાણીયાના સતત સંપર્કમાં હતી.

આથી, ભરતભાઈ ગોરાણીયા અને તેના પરિવારે ભારત સરકારનો વિષેશ આભાર માન્યો હતો. ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા કલેકટર, મામલતદાર, ધારાસભ્ય પબુભા માણેક સતત આ પરિવારના સંપર્કમાં હતા.