ભાણવડમાં ત્રણ સગા ભાઈઓએ જાહેરમાં બખેડો કર્યો

(કુંજન રાડિયા) જામખંભાળિયા : ભાણવડમાં જાહેરમાં બખેડો કરતા ત્રણ શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

ભાણવડના રામેશ્વર પ્લોટમાંથી પોલીસે સ્થાનિક રહીશ સવાભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉ.વ. 45) હાલ જામપર ખાતે રહેતા ગોવાભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉ.વ. 55) અને મેરૂભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉ.વ. 35) ના ત્રણ કુટુંબી શખ્સોને જાહેરમાં બખેડો કરી, મારા-મારી તથા લાતા-પાટી કરતા ઝડપી લઇ, આ શખ્સો સામે જાહેર સુલેહ શાંતિનાનો ભંગ કરવા સબબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.