ખંભાળિયામાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આંગણવાડીમાં બાળકોને નાસ્તો કરાવાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉજવણી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર મહિલા ભાજપ દ્વારા આજરોજ 8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીના 100 થી વધુ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલની સૂચનાથી જિલ્લા મહિલા ભાજપ અને ખંભાળિયા શહેર ભાજપના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ મહિલા ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન ત્રિવેદી, ખંભાળિયા શહેર મહિલા ભાજપ પ્રમુખ મિતાબેન લાલ, મહામંત્રી મેઘાબેન વ્યાસ, ઉપપ્રમુખ કિરણબેન ઘાઘડા, પૂનમબેન ચાવડા, શીતલબેન ભાલાની, શારદાબેન કછટીયા, શ્રુતિબેન સોની, લીનાબેન રાડીયા, ભારતીબેન ધ્રુવ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.