ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ

સ્ટાફને ફાયર સેફ્ટી અંગેની તાલીમ અપાઇ

(કુંજન રાડિયા) જામખંભાળિયા : ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં સ્ટાફને ફાયર સેફ્ટી અંગેની તાલીમ અપાઇ હતી.

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં નગરપાલિકા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ અંતર્ગત હોસ્પિટલ તથા ફાયર સ્ટાફ સાથે અધિકારીઓ દ્વારા આ પરિસરમાં મોકડ્રીલ યોજીને હોસ્પિટલમાં આગ લાગે તો શું કરવું તેનું પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સેફ્ટીના સાધનો કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેનું પણ નિદર્શન કરી, જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલના સ્ટાફને ફાયર ઉપકરણોના ઉપયોગ અંગેની તાલીમ તથા પ્રાયોગિક જાણકારી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં ખંભાળિયાના ચીફ ફાયર ઓફિસર તથા તેમની ટીમ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.