સલાયા શહેર ભાજપ લઘુમતી મોરચાની સ્થાપના કરાઈ

વિવિધ હોદ્દેદારોની વરણી કરાઈ

(કુંજન રાડિયા) જામખંભાળિયા : ખંભાળિયાના સલાયા ખાતે શહેર ભાજપ લઘુમતી મોરચાની સ્થાપના કરાઈ છે અને વિવિધ હોદ્દેદારોની વરણી કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સલાયા શહેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાની સ્થાપના તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય અને આગેવાન મુળુભાઈ બેરા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવીની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

સલાયા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે સાલેમામદ ઓસમાણ ગંઢાર, મહામંત્રી તરીકે ઝુબેરભાઈ ચમડીયા અને ઓસમાણભાઈ ધુળા, ઉપપ્રમુખ તરીકે અબ્દુલભાઈ સુંભણીયા, હનીફભાઈ ગંઢાર, જાવેદભાઈ ગજીયા અને ફારુકભાઈ ભાયા ઉપરાંત મહામંત્રી, કોષાધ્યક્ષ તેમજ કારોબારી સભ્યોની વિધિવત રીતે વરણી શહેર પ્રભારી પરેશભાઈ કાનાણીની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

આ ઉપરાંત સલાયા શહેર ભાજપના યુવા પ્રભારી તરીકે મુરુભા જાડેજાને જવાબદારી સોંપવામાં આવી હતી. ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, રઘુવંશી આગેવાન પરેશભાઈ કાનાણી, સલાયા શહેર પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ, બ્રિજરાજસિંહ જાડેજા વિગેરેની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવેલી વરણીને જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો તથા સ્થાનિક લોકોએ આવકારી, શુભકામનાઓ પાઠવી હતી.