ચાર રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતને વધાવતું દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ

ખંભાળિયામાં ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભારતના મહત્વના પાંચ રાજ્યમાં તાજેતરમાં સંપન્ન થયેલા મતદાન બાદ આજરોજ હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં જુદા-જુદા ચાર રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત જાહેર કરવામાં આવી છે. દેશના મહત્ત્વના એવા ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપ નોંધપાત્ર બહુમતીથી ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થતાં ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી.

આજના જાહેર થયેલા આ પરિણામોના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરો ખંભાળિયાના જોધપુર ગેઈટ ચોક ખાતે એકત્ર થયા હતા. અહીં વંદેમાતરમ, ભારત માતા કી જય, મોદીજી તુમ આગે બઢો, વિગેરે નારા સાથે ભાજપના આ ભવ્ય વિજયને આતશબાજી તથા પેંડા વહેંચી, સૌના મીઠા કરાવીને વધાવ્યો હતો.

ખંભાળિયામાં વિજયોત્સવની આ ઉજવણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, પાલિકાના કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શહેર મહિલા મોરચાના પ્રમુખ મીતાબેન લાલ, રેખાબેન ખેતીયા, જીગ્નેશભાઈ પરમાર, રવિરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ગોકાણી, નાથુભાઈ ગઢવી, પ્રભાત કાળુભાઈ ચાવડા, હાર્દિક મોટાણી, પી.એમ. ગઢવી, પ્રતાપભાઈ દત્તાણી, મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, અજુભાઈ ગાગીયા, અશોકભાઈ કાનાણી, મેઘાબેન વ્યાસ, મોહિત પંડ્યા દેશુરભાઈ ધમા સહિતના કાર્યકરો જોડાયા હતા અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.