ભાણવડના પાછતર ગામે મહિલા દિન નિમિતે સગર્ભાઓ માટે નિદાન કેમ્પ યોજાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડના પાછતર ગામે મહિલા દિન નિમિતે સગર્ભાઓ માટે નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો 70 સગર્ભા મહિલાઓએ લાભ લીધો હતો.

ભાણવડ તાલુકાના પાછતર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સગર્ભા મહિલાઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાની જાણીતી ક્રિષા હોસ્પિટલના ગાયનેક તબીબ ડો. ભરત વાનરિયા દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં આસપાસના વિસ્તારના 70 જેટલા મહિલાઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં તમામને સર્ગભાવસ્થા દરમ્યાન રાખવાની થતી કાળજી, ફેમિલી પ્લાનિંગની વિશે સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મહિલા દિવસે વિનામુલ્યે યોજવામાં આવેલા આ કેમ્પમાં પાછતર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, આશાવર્કર બહેનો અને સગર્ભા બહેનો દ્વારા કેન્દ્ર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન ડોક્ટર પ્રકાશ ચાંડેગરા , ડો. ટ્વીન્કલ ચાંડેરા, સહિતની ટિમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.