દ્વારકામાં ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ઠેર-ઠેરથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા દર્શનાર્થે આવે છે. આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ પંડ્યાએ જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં તારીખ 10 થી 18 માર્ચ સુધી તમામ પ્રકારના ભારે વાહનોને લીંબડી-ગુરગઢ-દ્વારકા રોડ ઉપરથી પસાર થવાની મનાઈ ફરમાવી છે. આ તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે વાયા ભાટીયા-કુરંગા-દ્વારકા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ઈમરજન્સી વાહનોને તથા પોલીસ અધિક્ષક દ્વારા મંજુરી અપાયેલા ભારે વાહનોને લાગુ પડશે નહીં.