દ્વારકામાં પાર્કીંગ ઝોન અને નો-પાર્કીંગ ઝોન અંગે જાહેરનામું

(કુંજન રાડિયા) દ્વારકા : હોળી – ધુળેટીના તહેવાર દરમ્યાન દ્વારકામાં ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા તથા દર્શનાર્થીઓની સલામતીને ધ્યાને લઈ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં દ્વારકા શહેરમાં પાર્કિગ-ઝોન અને નો-પાર્કિંગ ઝોનની વિગત મુજબ દ્વારકામાં તા.15 થી તા. 20 માર્ચ સુધી પૂર્વ દરવાજાથી જોધાભા માણેક અને ભથાણ ચોક, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા અને ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબત્તી ચોક અને શાક માર્કેટ ચોક સુધીના 50 મીટરની ત્રિજ્યાના વિસ્તાર તથા જોધાભા માણેક ચોકથી શિવરાજપુર રોડ ઈસ્કોન ગેઈટ અને એસ.ટી. ડેપોના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તાર તેમજ, કીર્તિસ્તંભ, સુદામા ચોક અને ભથાણ ચોકની આજુ-બાજુના 200 મીટર ત્રિજ્યાના વિસ્તારને નો-પાર્કીંગ ઝોન તથા હાથીગેટ, સર્કીટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું મેદાન અને સ્વામિનારાયણ મંદીરનું ગ્રાઉન્ડને પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામુ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં. તેમજ ઉપરોક્ત જાહેરનામા ભંગ કરવા બદલ જે-તે આસામીઓ સજાને પાત્ર બની રહેશે તેમ વધુમાં જણાવાયું છે.