રાજ્યકક્ષાના એથલેટિકસ મીટની 60 મીટર રેસ સ્પર્ધામાં દ્વારકાના બાળકનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને શાળાના આચાર્ય દ્વારા બાળકનું સન્માન

(રીશી રૂપારેલિયા) દ્વારકા : રાજ્યકક્ષાની એથલેટિકસ મીટ અંતર્ગત 60 મીટર રેસ સ્પર્ધામાં અંડર 11માં દ્વારકાના 9 વર્ષના બાળકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યમાં ચોથો ક્રમ મેળવ્યો હતો. આથી, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને શાળાના આચાર્ય દ્વારા બાળકનું સન્માન કરાયું હતું.

નડિયાદમાં રમાઈ રહેલી અંડર 11, રાજ્યકક્ષાની એથલેટિકસ મીટમાં દ્વારકાના કશ્યપ હરેષભાઈ કણઝારિયા (ઉંમર 9)એ 60 મીટર રેસમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યમા ચોથો ક્રમ મેળવી દ્વારકાને ગૌરવ અપાવેલ છે. રાજ્યમાંથી લગભગ 7,000 જેટલા છોકરા/છોકરીઓએ ભાગ લીધો હતો. તેમા 60 મીટર રેસમાં કશ્યપ સામે 570 હરીફ હતા, આટલા હરીફ ખેલાડીઓ છતા કશ્યપ ચોથા ક્રમે રહ્યો હતો.

આથી, DNP ઈંગ્લીશ મીડીયમનું ગૌરવ એવો ધોરણ 3માં અભ્યાસ કરતો કશ્યપ હરેષભાઈ કણઝારિયા (ઉંમર 9)નું નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ચીફ ઓફિસર ઉદયભાઇ નસીત અને શાળાના આચાર્યા મિનાક્ષીબેન ઠાકર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.