પાલિતાણાના લેખકે ખંભાળીયાની દીકરીને ઝવેરચંદ મેઘાણી વિષેના પોતાના પુસ્તકો ભેટ આપ્યા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિએ ઝવેરચંદ મેઘાણીથી પ્રભાવિત એવા રણછોડભાઈ મારુએ ખંભાળીયાની દીકરીના વક્તવ્યથી પ્રભાવિત થઇ પોતાના પુસ્તકો ભેટ આપ્યા હતા.

ગઈકાલે તા. 09/03/2022ના રોજ રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીનો સ્મૃતિ દિન હતો. ત્યારે એમણે આપેલ સિંધુડો, સૌરાષ્ટ્રની રસધાર, યુગવંદના વગેરે આજની પેઢી માટે પ્રેરણાંના દિપકો બન્યાં છે. ઝવેરચંદ મેઘાણીના જીવન કવન તથા વ્યક્તિત્વથી પ્રભાવિત લોકસાહિત્યની સેવાના ભેખધારી તથા મેઘાણી એ જ્યાં જ્યાં વિચરણ કરેલું તે તમામ સ્થળોએ જઈ ફોટોગ્રાફી કરી તેના વિશે દળદાર પુસ્તકો લખનાર પાલિતાણાના નિવાસી જુનીયર મેઘાણી એટલે કે રણછોડભાઈ મારુ.

ત્યારે દેવભૂમિ દ્વારકાના જામખંભાલીયાની તેજસ્વી દિકરી ઈશા પ્રણવકુમાર શુક્લ કે જેમણે મેઘાણીજીના જીવન પર સુરેન્દ્રનગર મુકામે અદ્ભુત વકતૃત્વ આપેલ હતું. તેનાથી પ્રભાવિત થઈ રણછોડભાઈ મારુ જામખંભાલીયા રુબરૂ આવી દ્વારકા રોડ પર આવેલા રામદેવજી મહારાજના આશ્રમમાં પોતાના વરદહસ્તે સ્વયં લખેલ પુસ્તકો હેતથી ઈશાને આપ્યાં હતા. આ તકે પ્રણવકુમાર શુક્લ અને દમયંતી શુક્લ એ રણછોડ મારુનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.