ખંભાળિયામાં કાલે શનિવારે સંગીત સંધ્યા

વિવિધ કલાકારો સંગીતની રમઝટ બોલાવશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં આવતીકાલે સુરાવલી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કલાકારો સંગીતની રમઝટ બોલાવશે.

ખંભાળિયાની સંસ્થા સુરાવલી સંગીત સંસ્થા દ્વારા આવતીકાલે શનિવારે વિવિધ પ્રાચીન તથા સુપરહિટ ગીતોની સંગીત સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયામાં આનંદ કોલોનીની બાજુમાં આવેલી નંદ સોસાયટી ખાતે આવતીકાલે શનિવારે રાત્રે સાડા નવ વાગ્યે યોજવામાં આવેલા ગીત-સંગીતના આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો મેઘા દવે, જલ્પેશ માંકડ, મેઘના ગાંગુલી, રાજ રાણા, સાથે તપન પંડ્યા, હાર્દિક કુબાવત અને પંકજ અમરાણીયા ગીત- સંગીતની લોકોને મોજ કરાવશે. આ આયોજનમાં સાઉન્ડ માસ્ટર શૈલેષભાઈ ચાવડા સેવાઓ આપશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ડો. ધવલ માંકડ, ડો. રાજેન્દ્ર ઠાકર, નીખીલભાઈ બરછા ઉપસ્થિત રહેશે. જેનો લાભ લેવા આમંત્રિતોને સંસ્થાના પ્રમુખ ડો. એચ.એન. પડીયા, કાર્તિકભાઈ બૂચ તથા હરેશભાઈ બારાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે.