ચાર રાજ્યોમાં વિજયની રાવલ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત થઇ છે. તે નિમિતે રાવલ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને મોં મીઠા કરી જીતની ઉજવણી કરી હતી.

ગઈકાલે ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી રહ્યું છે. તે નિમિતે રાવલ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી, મોં મીઠા કરી રાવલના રામાપીર મંદિર પાસે ઉજવણી કરી હતી. અને જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા હતા. આમ, રાવલ શહેર ભાજપના કાર્યકરોએ ધામધૂમથી ઉજવણી કરી હતી.