ખંભાળિયાની વિજય સ્કૂલમાં મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની વિજય સ્કૂલમાં મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

ચૂંટણી પંચની મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા સંબંધી પોસ્ટર્સ, સ્લોગન સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ અંતર્ગત આજ રોજ ખંભાળિયાની વિજય સ્કૂલ, નવી વાવડી, દ્વારકાના વિદ્યાર્થીઓ સ્ટાફ, ઇએલસી ક્લબ, ચુનાવ પાઠ શાળા એ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં અને ઈલેકશન સ્ટાફની વિજીટ બાદ વિવિધ સ્પર્ધાઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધા આલ ઇન્ડિયા લેવલની છે. 5 સ્પર્ધામાં 2 હજારથી 2 લાખ ના ઇનામ પણ ભારતીય ચૂંટણી પંચે જાહેર કરેલ છે. “મારો મત એ મારૂ ભવિષ્ય છે-એક માતની તાકાત”એ થીમ ઉપર કુલ 5 પ્રકારની સ્પર્ધા છે. કવીઝ, સ્લોગન, ગીત, વિડિઓ મેકિંગ, પોસ્ટર ડિઝાઇન આ સ્પર્ધાઓમાં જિલ્લાની વિવધ શાળા, કોલેજ તદુપરાંત સંસ્થાકીય, વ્યવસાયિક અને ક્લાપ્રેમી સ્પર્ધકો પણ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. 15 માર્ચ સુધી વધુમાં વધુ લોકો ભાગ લે એવું આયોજન કરેલું છે અને ભાગ લેવા અને યોગ્ય માર્ગદર્શન માટે નજીકની મામલતદાર કચેરી પ્રાંત કે ઇલેકશન બ્રાન્ચ કે ટોલ ફ્રી ન.1950 નો કોન્ટેક કરી શકાશે.