દ્વારકામાં ટ્રેનમાં મળી આવેલી બાર વર્ષિય બાળાનો કબજો વિકાસ ગૃહને સોંપાયો

બાળાના વાલી-વારસની શોધખોળ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકા રેલ્વે સ્ટેશન પરથી ગત તારીખ 9 માર્ચના રોજ બાર વર્ષની એક બાળા મળી આવી છે. આ અંગે રેલવે સ્ટાફ દ્વારા પૂછપરછ દરમિયાન બહાર આવેલી વિગત મુજબ આ બાળકી રાજકોટ રેલ્વે સ્ટેશનથી સવારે ટ્રેનમાં ભૂલથી બેસી ગઈ હતી. રેલ્વે ટી.ટી.ને આ બાબત ધ્યાને આવતા આ અંગે દ્વારકા સ્થિત આર.પી.એફ. કચેરીને માહિતગાર કરીને આ બાળાનો કબ્જો દ્વારકા સોંપવામાં આવ્યો છે.

દ્વારકા આર.પી.એફ. દ્વારા દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડલાઈન 1098 પર ફોન કરી જાણ કરતા ચાઈલ્ડલાઈનના કો-ઓર્ડીનેટર નિતેશ પિંડારિયા અને તેમની ટીમના કાર્યકર્તાઓ ભોવાન પુરોહિત, દિનેશ ચાવડા અને જીનિશા ધાંધલીયા દ્વારા આગળની કાર્યવાહી કરી, આ બાળાને ખંભાળિયામાં મેડિકલ તપાસ કરી, ચાઈલ્ડ વેલ્ફર કમિટીના ચેરમેન એડવોકેટ ચંદ્રશેખર બુધ્ધભટ્ટી સમક્ષ રજૂ કરતા તેમના દ્વારા પ્રાથમિક પૂછપરછ કરી અને આ બાળાને તાત્કાલિક શેલ્ટર માટે જામનગર સ્થિત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મોકલી આપવા હૂકમ કર્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ બાળા હાલ તેના ફોઇ અને ફુવા સાથે રાજકોટમાં રહે છે. તેની ઉંમર આશરે બાર વર્ષની છે. તેમના માતા નેપાળમાં રહેતા હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.

આ બાળાના વાલી-વારસે દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડ લાઈન કો-ઓર્ડીનેટર નીતેશભાઈ પિંડારિયા (મો. 9067171708) અથવા જામનગર

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.