સિદસર ઊમિયા ધામમાં આયોજિત અધિવેશનમાં દ્વારકા શિક્ષણવિદો જોડાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જામનગર શહેર તથા ગ્રામ્ય આચાર્ય સંઘ સાથે વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન ખુલ્લુ મુકાયું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ શિક્ષણવિદો જોડાયા હતા.

જામનગર શહેર ગ્રામ્ય આચાર્ય સંઘ તથા વહીવટી કર્મચારી સંઘ દ્વારા જામજોધપુર નજીક આવેલા સિદસરના ઊમિયા ધામ ખાતે ત્રણ દિવસના દિવસનો ગુરુવારથી પ્રારંભ થયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ શિક્ષણવિદો જોડાયા હતા.

ઉમિયાધામના ટ્રસ્ટી નરશિંભાઈ માકડિયાએ દિપ પ્રાગટ્ય કરી અને શૈક્ષણિક વહીવટી અધિવેશનની પ્રથમ બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. જામનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એમ.ડી. મકવાણા, શહેર પ્રમુખ સતીશ ડી. કરછલા તથા જામનગર જિલ્લા વહીવટી કર્મચારી મંડળના પ્રમુખ આદેશકુમાર મહેતા સાથે કન્વીનર કેતનભાઈ વાછાણી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ આ અધિવેશનમાં જોડાયા છે. ગઈકાલે શુક્રવારે ઉમિયા માતાજીની આરતી સાથે અધિવેશનનો પ્રારંભ થયો હતો.

રાજ્યના આચાર્ય સંઘના અગ્રણીઓ, હોદ્દેદારો, વહીવટી સંઘના હોદ્દેદારો તથા વહીવટ વિભાગના નિષ્ણાતો દ્વારા બે દિવસ સુધી ખાસ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.