દ્વારકા ટ્રાફિક શાખાની કાર પુલ પરથી ખાબકી

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકા ટ્રાફિક શાખાની કાર પુલ પરથી ખાબકી ગઈ હોવાનું જાણવા મળે છે.

હાલમાં ઠેર-ઠેરથી લાખો પદયાત્રીઓ દ્વારકા આવી રહ્યા છે. આથી, 40થી વધુ સ્પીડમાં વાહન ન ચલાવવા અધિક કલેકટરનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ટ્રાફિક શાખાની કાર ગત રાત્રીના પુલ પરથી નીચે ખાબકી ગઈ હતી. આ ઇનોવા કારને ક્રેન દ્વારા બહાર કઢાઈ હતી. જો કે કોઈ જાનહાનિ ન થઇ હોવાનું જાણવા મળ્યું છે.