ખંભાળિયાની દ્વારકાધીશ હવેલી ખાતે કાલથી હોળી ઉત્સવ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી દ્વારકાધીશ હવેલી ખાતે સોમવાર તા. 14 મી થી 17મી સુધી વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

સોમવાર તારીખ 14 ના રોજ કુંજ અગિયારસના રોજ વિવિધ દર્શન સાથે હોળી પર્વે ગુરૂવાર તારીખ 17 ના રોજ સાંજે સાત વાગ્યે ઠાકોરજી સન્મુખ રાળના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શુક્રવાર તારીખ 18 ના રોજ સવારે હોળી પ્રજ્વલિત કરવામાં આવશે. જ્યારે બપોરે સાડા બાર વાગ્યે ફૂલડોલના દર્શન થશે.

આ સાથે શનિવાર તારીખ 19 ના રોજ દ્વિતીયા પાટ અને બપોરે સાડા બાર વાગ્યે ફૂલ મંડલીના દર્શન સહિતના ધર્મમય કાર્યક્રમોનો લાભ લેવા વૈષ્ણવ ભાઈઓ-બહેનોને હવેલીના મૂખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.