જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે સ્થાનિકો અને પદયાત્રીઓનો મહેરામણ ઉમટયો

શ્રીજીના દર્શનાર્થે આવતા લાખો ભાવિકોની વ્યવસ્થા કરવા સરકારી અને મંદિર તંત્ર સુસજજ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : આગામી તા. 17 અને 18ના રોજ હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ જગતમંદિરમાં સ્થાનિકો અને પદયાત્રીઓનો મહેરામણ ઉમટયો છે. ત્યારે શ્રીજીના દર્શનાર્થે આવતા લાખો ભાવિકોની વ્યવસ્થા કરવા સરકારી અને મંદિર તંત્ર સુસજજ બન્યું છે.

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની ભીડ જામી છે. જેનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આગામી 18 તારીખે ડોલ ઉત્સવ સુધીમાં લાખો પદયાત્રીઓ દ્વારકાધીશ દર્શન કરશે.

આગામી ૧૮ તારીખ સુધીમાં લાખો પદયાત્રીઓ કાળિયા ઠાકોરના દર્શને આવવાના હોવાથી ગઈકાલે જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવને લઈને દર્શનનો સમય જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમજ દેવસ્થાન સમિતિ દ્વારા દર્શન, પ્રસાદ, સુરક્ષા સહિતની અનેક તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.