ઓખામાં નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગ દ્વારા વિજ્ઞાન મેળો યોજાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ઓખા ખાતે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગ દ્વારા ૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.

ઓખા ખાતે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગ દ્વારા ૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. ભાસ્કરાચાર્ય વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક વિજ્ઞાન નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ, જેમાં ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગની ત્રણેય દીકરીઓ એ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ જેને ભાસ્કરાચાર્ય વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પુસ્તક તેમજ સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ સાથે ઉષાબેન એસ ગોહીલ, મોહનભાઇ બારાઈ તેમજ મુકેશભાઈ પાંજરીવાલા દ્વારા રોકડ પુરસ્કાર કરવામાં આવેલ હતું.

આ વિજ્ઞાન મેળામાં ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન એસ ગોહિલ,ઓખા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સુરેશભાઈ ગોહીલ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ માણેક,ઓખા નગરપાલિકાના શાસક પક્ષના નેતા મુકેશભાઈ પાંજરીવાલા,ઓખા નગરપાલિકાના શિક્ષણ સમિતિના દક્ષાબેન થોભાણી,ઓખા નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન સીમાબેન માણેક,ઓખા નગરપાલિકાના સદસ્ય સોનલબેન ઠાકર,દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠીયા,ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્યાબેન ફોફંડી, સી.આર.સી અમિતભાઇ ઓડેદરા,ઓખા નગરપાલિકા સંચાલિત ચારે સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.

આ વિજ્ઞાન મેળામાં કુલ અંદાજિત ૬૦ પ્રોજેક્ટ રજુ કરવામાં આવેલ અને કુલ ૧૨૩ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો.આ વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ચેતનભા બી માણેક તરફથી પ્રોત્સાહિત ગિફ્ટ આપવામાં આવેલ તેમજ ભાસ્કરાચાર્ય વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવેલ હતા. આ સમગ્ર વિજ્ઞાન મેળાનું આયોજ ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલ.જેમાં ભાસ્કરાચાર્ય વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ સહયોગ કરવામાં આવેલ.આ સમગ્ર ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગના નવ નિયુક્ત પ્રિન્સિપાલ ગીતાબેન શર્મા તેમજ તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.

આ તકે ગીતાબેન શર્માનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ચારેય સ્કૂલ ના પ્રિન્સિપાલ,સ્ટાફ તેમજ ભાસ્કરાચાર્ય વિજ્ઞાન કેન્દ્ર સૌએ સાથે મળીને જહેમત ઉઠાવી હતી તેમજ આ વિજ્ઞાન મેળામાં જેટલા પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમને કોઈપણ જાતનો ખર્ચ કરવા દેવામાં નથી આવ્યો.આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થી ના વાલીઓ તેમજ ગ્રામ જનો બહોળી સંખ્યામાં જોવા માટે આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ કાર્યભાળ દ્વારકાના ગિરધરભાઈ જોષી એ જહેમત ઉઠાવી હતી.