જગતમંદિરમાં ફૂલડોલ નિમિત્તે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

રાજકોટ-ઓખા ટ્રેનમાં 20મી સુધી તથા ઓખા-રાજકોટ ટ્રેનમાં 21મી સુધી વધારાના કોચ લાગશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : હોળીના તહેવાર નિમિત્તે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં વધારાના કોચ લાગશે

દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હોળીના દિવસે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માટે જતા મુસાફરોની સુવિધા માટે રાજકોટ રેલવે ડિવિઝનની બે ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો મુજબ 09479 રાજકોટ-ઓખા સ્પેશિયલ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 20મી માર્ચ સુધી રાજકોટ – ઓખા વચ્ચે તથા 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલ ટ્રેનમાં તાત્કાલિક અસરથી તા. 21મી માર્ચ સુધી ઓખા – રાજકોટ વચ્ચે વધારાના કોચ લાગશે.