દ્વારકાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શિવ કથાકારનું સન્માન

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ શિવકથામાં ગીરીબાપુ તથા સાથી કલાકારો સન્માનપત્ર અને શાલ અર્પણ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ શિવકથામાં ગીરીબાપુ તથા સાથી કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયા તથા તેમના પરીવાર દ્વારા ગીરીબાપુના આશીર્વચન મેળવ્યા હતા.

તાજેતરમાં પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા શહેરની ગુજરાત સરકાર, ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગર દર્શન ખાતે શિવ કથામાં કથાકાર ગીરીબાપુના ચરણોમાં વંદન સહ મહાદેવનું સ્મૃતિ તથા સન્માનપત્ર એનાયત કરી ગુજરાત સરકારના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ (B. Ed. In Music), સંસ્થાના અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે વિશીષ્ટ સન્માન કરવામાં આવ્યું તથા ગીરીબાપુની સાથેના તમામ ગાયક કલાકાર, સંગીતકારોને સન્માનપત્ર તથા પ્રમાણપત્ર સહ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

શિવશક્તિ સોશિયલ ગ્રૂપનાં મંત્રી અને અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના યુવક મંડળના ઉપપ્રમુખ ઘનશ્યામગીરી ગોસ્વામીને ભગવાન શ્રીદ્વારકાધીશનું સ્મૃતિ તથા સન્માનપત્ર સહ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને શિવના પરમભક્ત ધવલભાઈ સોનીને સન્માનપત્ર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કમલેશભાઈ આર. બથીયા તથા કમલેશભાઈના પરીવાર દ્વારા ગીરીબાપુના આશીર્વચન મેળવી ધન્યતા અનુભવી તથા સંસ્થાની સમિતિ દ્વારા શિવકથામાં ગીરીબાપુ સાથેના સાથી કલાકારોને સાદર વંદન સહ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.