ગોરીંજા ગામે શામરાશપીર ડાડાની દરગાહે ઉર્ષનું આયોજન

તા. 23 અને 24એ મજલીશ, સંદલ મુબારક, સામૈયું, આમન્યાજ અને લોકડાયરો યોજાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાનાં ગોરીંજા ગામે આવેલ શામરાશપીર ડાડાની દરગાહે ઉષૅનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસનાં આ ધામિઁક ઉત્સવમાં મજલીશ, સંદલ મુબારક, સામૈયું, આમન્યાજ અને સંગીતમય લોકડાયરાનું આયોજન રાખેલ છે.

દ્વારકા તાલુકાનાં ગોરીંજા ગામે સમૂદ્ર કિનારે આવેલ શામરાશપીર, અમયલશાપીર અને ગાંજાઈ પીરનાં પૌરાણિક સ્થળો (દરગાહ) આવેલા છે. દર વષૅ માફક આ વષૅ પણ આગામી 23 અને 24 માચૅ એમ બે દિવસ ઉષૅની ઉજવણી કરવામા આવશે. 23 માચૅ બુધવારે સંદલ મુબારક અને 8 વાગ્યા બાદ મજલીશ રાખેલ છે. 24 માચૅ ગુરૂવારે બપોરે 1 વાગે સામૈયું, બપોરે 12થી રાત્રે 7 સુધી આમન્યાજ ચાલુ રહેશે. રાત્રે 10 વાગે સંગીતમય શૈલીમાં લોકડાયરામાં ભજન-કવ્વાલીનો શાનદાર કાયૅક્રમ રજુ થશે. ઈન્દ્રસિંહ જાડેજા, વસંતબેન પટેલ ઉપરાંત ઉપરાંત ખ્યાતનામ કલાકારો અને સાજીંદા પોતાની આગવી શૈલીમાં સંગીતમય કલાનું રસપાન કરાવશે.

વધુ વિગત માટે મો.નં. 98985 73677 પર સંપર્ક કરી શકાશે. આ ધાર્મિક ઉત્સવ ઉષૅ ઉજવણીમાં સૌ હિન્દુ-મુસ્લીમ સમાજને પધારવા દરગાહનાં સેવક મેરૂભા દેવુભા કારાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.