દ્વારકા શારદા પીઠમાં ગૌશાળાના સંચાલકો-ગૌ ભક્તોનું સંમેલન યોજાયુ

સરકાર ગાયો માટે પ્રતિદિન 50 રૂ.ખર્ચ આપશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા શારદા પીઠ ખાતે દ્વારકા પંથકના ગૌ-સેવકો ગૌશાળાના સંચાલકોનું સમેલન મળી ગયું.ગાયોના જતન અર્થેની વિચારણાઓ કરવામાં આવી હતી.જેમાં ગૌશાળા પાંજરાપોળના ૮૦ થી વધુ ટ્રસ્ટીઓની હાજરીમાં ચર્ચા વિચારણાઓ થઈ હતી.

ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં શારદા પીઠ ખાતે નારાયણ નંદના અધ્યક્ષસ્થાને સાધ્વી કપિલા દીદી(ગોપાલ પરિવાર)ની હાજરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તથા આજુબાજુના વિસ્તારમાંથી ગૌશાળા પાંજરાપોળના સંચાલકો તથા ગૌ ભક્તોનું સંમેલન યોજાયું હતું.જેમાં ગૌશાળા પાંજરાપોળના ૮૦ થી વધુ ટ્રસ્ટીઓની હાજરીમાં ચર્ચા વિચારણાઓ થઈ હતી.જેમાં ગૌશાળા પાંજરાપોળની ગૌમાતાની કાયમી ધોરણે દૈનિક નિભાવ ખર્ચ માટે સહાય રૂપિયા 50 પ્રતિદિન સરકાર દ્વારા આપવામાં આવે છે.

ગૌશાળાઓની સરકારી જમીન સંસ્થાના નામે રેગ્યુલાઇઝ વિનામૂલ્યે ટોકન ભાવે કરી આપવી,ગૌશાળાની નજીકના વિસ્તારમાં આવેલ ગૌચર સરકારી પડતર જમીનની ખાસ ચારો ઉગાડવા હેતુથી શરતો મુજબ ગૌશાળાને ફાળવવામાં આવશે.આવી તમામ ચર્ચા વિચારણાઓ થઈ હતી.આ તકે દ્વારકા પંથકની ગૌશાળાઓ તથા પાંજરાપોળ સહિત દ્વારકાના વેપારીઓ અને ગૌ સેવકો હાજર રહ્યા હતા.