ખંભાળિયા નજીક સેવા કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમે રોટલા ઘડ્યા

સેવા કાર્યમાં રત થયા સાંસદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા ખાતે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે. આ પદયાત્રીઓની સેવા માટે ખંભાળિયા શહેરની નજીક મોટી સંખ્યામાં સેવા કેમ્પો ધમધમે છે. જેમાં ભાઇઓ તથા બહેનો અવિરત રીતે નોંધપાત્ર સેવા કરી જહેમત ઉઠાવે છે.

આ સેવા કેમ્પમાં દેવભૂમિ દ્વારકા તથા જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ પણ સહાયભૂત થયા હતા. અત્રે ખોડીયાર મંદિર નજીક ધમધમી રહેલા દ્વારકાધીશ પદયાત્રી સેવા સંઘના સેવા કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમે અહીં સેવા કરી રહેલા બહેનો સાથે સહભાગી થઈ, પદયાત્રીઓ માટે ચાલી રહેલા રસોડામાં સ્વહસ્તે રોટલા બનાવ્યા હતા.