સુરજકરાડીમાં માણેક ફેશન વર્લ્ડમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો

કેમ્પમાં ૧૭૦ દર્દીઓએ નિ:શુલ્ક નિદાનનો લાભ લીધો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ટાટા પાવર તથા રંશ ક્લિનિક દ્વારકાના સહયોગથી સુરજકરાડીના માણેક ફેશન વર્લ્ડમાં સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૭૦ જેટલા દર્દીઓએ સારવાર તથા નિદાનનો લાભ લીધો હતો.વિવિધ રોગનું વિનામૂલ્યે તપાસ કરી દવા આપવામાં આવી હતી.

સુરજકરાડીમાં માણેક ફેશન વર્લ્ડ ખાતે ટાટા પાવર તથા રંશ ક્લિનિક દ્વારકાના સહયોગથી સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી માણેક ફેશન વર્લ્ડ સુરજકરડી ખાતે યોજાયેલ હતો.નિદાન કેમ્પમાં ૧૭૦ જેટલા દર્દીઓએ સારવાર તથા નિદાનનો લાભ લીધો હતો.દ્વારકાના જાણીતા ડો.રાઘવ ઠાકર (એમ. ડી ફિજીશ્યન) દ્વારા બી.પી.,ડાયાબિટીસ,લોહીમાં ઓક્સિજન લેવલ,હદ ના રોગોનું નિ:શુલ્ક નિદાન તથા દવા વિતરણ કરવામાં આવ્યું હતું.કેમ્પને સફળ બનાવવા રંશ ક્લિનિકના સ્ટાફ તેમજ ટાટા પાવરના સ્વયંસેવી કાર્યકરોએ જહેમત ઉઠવી હતી.