ખંભાળિયા નજીક વેદાંતા ગ્રૂપ દ્વારા પગપાળા યાત્રાળુઓ માટે સેવાયજ્ઞ સંપન્ન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા – જામનગર હાઈવે પર કાર્યરત કંપની વેદાંતા ગ્રૂપ દ્વારા ફૂલડોલ ઉત્સવ નિમિતે ગુજરાતભરમાંથી પગપાળા દ્વારકા જતા યાત્રિકો માટે એન.આર.ઈ. ગોલાઈ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હોળી અને ધુળેટી પર્વ નિમિત્તે દ્વારકાના જગત મંદિરે દર વર્ષે ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સંગ હોળી ખેલવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. જેમાં ફુલડોલ ઉત્સવમાં જોડાતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત તેમજ સમગ્ર ભારતવર્ષમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલા ભગવાન દ્વારકાધીશ સાથે અનેક રીતે લોકોની શ્રદ્ધાઓ જોડાયેલી હોય છે. આ શ્રદ્ધાના ભાગ રૂપે ફક્ત આ વિસ્તાર જ નહીં, પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી ફુલડોલ ઉત્સવમાં જોડવા માટે લાખ્ખો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા મંદિરે પહોંચતા હોય છે.

ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે. એ દરમ્યાન અહીંના સ્થાનિક લોકો અનેક રીતે તેમને સેવા સાથે મનોરંજન પૂરું પાડવા અને તેમની સેવાનો લાભ લેવા માટે કેમ્પનું આયોજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે અહીં આનંદભર્યો માહોલ જોવા મળ્યો હતો અત્યાર સુધી માત્ર સ્થાનિક લોકોજ સેવા કેમ્પનું આયોજન કરતા જોવા મળ્યા છે. પરંતુ આ વર્ષે ખંભાળિયા નજીકની સેસા કોક ગુજરાત વેદાંતા ગ્રૂપના પદાધિકારીઓ ડાયરેકટર અભિજીત, ગુજરાત સિક્યુરિટી હેડ (સી.એસ.ઓ.) નંદ ભટ્ટ પ્લાન્ટ હેડ (એચ.આર.) શ્રીમતી લીપસા અને અખિલ જૈનના સંપૂર્ણ સહયોગથી સુંદર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ભજન-ભોજન અને મનોરંજનનો સમન્વય સાધવામાં આવ્યો હતો. યાત્રિકોને તમામ પ્રકારે મનોરંજન તેમજ રહેવા જમવાની ઉત્તમ સગવડ પ્રાપ્ત થાય તેના માટે અત્રે એન.આર.ઈ. કંપની પાસેના માર્ગ પર જ સેવા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં યાત્રિકોને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત બની હતી.

ગુજરાત ડાયરેકટર અભિજીત, સિક્યુરિટી હેડ નંદ ભટ્ટ, પ્લાન્ટ હેડ લિપ્સા અને અખિલ જૈન ઉચ્ચ હોદ્દા પરના અઘિકારીઓ હોવા છતાં તેમની દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા અને યાત્રિકોની સેવા કરવાની ભાવનાને સૌકોઈ એ બિરદાવી હતી. આ સેવા કેમ્પનો લાભ લેનારા યાત્રિકો સેસા કોક ગુજરાત વેદાંત ગ્રૂપ લિમિટેડની આ સેવા પ્રવૃતિ બદલ સંતોષ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.