દ્વારકાના નાથને રીઝવવા મહિલાઓએ કર્યો ગોપી રાસ

મહિલાઓએ ગોપી રાસ રમી મંદિરને કૃષ્ણમય બનાવી દીધું હતું.

(રિશી રૂપારેલિયા)દ્વારકા : ભગવાન દ્વારકાધિશને રીઝવવા મહિલાઓએ મંદિરમાં ગોપી રસ કર્યો હતો.મહિલાઓના મત મુજબ જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી અને જ્યાં ગોપી ત્યાં રાસ અને જ્યાં રાસ ત્યાં ભગવાન કૃષ્ણ હોઈ છે. ફુલડોલ ઉત્સવ દર્શન અંતર્ગત મહિલાઓએ મંદિરને કૃષ્ણમય બનાવી દીધું હતું.

યાત્રાધામ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ દર્શન માટે આવેલ મહિલાઓએ ભગવાન કૃષ્ણને રીઝવવા દ્વારકાધિશ મંદિર ખાતે ગોપી રાસ કર્યો હતો.ભગવાનના દર્શન પામવા મહિલાઓએ ગોપી રાસ કરી ભગવાનને દર્શન આપવા રીઝવવા કોશિશ કરી હતી.ભગવાન કૃષ્ણનો પ્રિય ગોપી રાસ કરી મહિલાઓએ સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવ્યું હતું.

મહિલાઓના જણાવ્યા મુજબ જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી અને જ્યાં ગોપી ત્યાં રાસ અને જ્યાં રાસ ત્યાં ભગવાન કૃષ્ણ હોઈ છે.ગોપીઓ દ્વારા રાસ રમતાં ભગવાન કૃષ્ણ પણ આ રાસમાં એક યા બીજા સ્વરૂપે દોડી આવતા હોવાનું ભાવુક બનેલ શ્રદ્ધાળુ મહિલાઓ જણાવી રહ્યા છે. કાન ગોપીના વેશભૂષામાં સજ્જ થઈ આવેલ મહિલાઓએ મંદિરમાં ભક્તિમય અને અદભુત માહોલ સર્જ્યો હતો.